Social Icon

About Us

Arise, Awake and Stop Not till the Goal is reached

          "ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો"

હાલ આ વેબસાઇટ UPSC, GPSC, TET, TAT, HTAT, SSC, RRB, Bank Exams, Police Department Exams, GCET, Court Exams વગેરે માટે માર્ગદર્શન પુરુ પાડી રહી છે. આવનારી  સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ગુજરાતના વિદ્યાર્થીઓને શક્ય તેટલી બધી જ માહિતી તથા તેને લગતી તમામ સામગ્રી (સ્ટડી મટીરિયલ્સ) પુરુ પાડવુ તથા તેઓની સફળતા એ જ મારો મુખ્ય ઉદેશ્ય છે.
કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષામા કરંટ અફેયર્સ વિભાગ ખુબ જ ઉપયોગી હોય છે. આ વિભાગના પ્રશ્નોની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે તેથી જ rijadeja.com વેબસાઇટ દ્વારા Monday Musings નામનુ એક eMagazine પ્રસિદ્ધ કરવામા આવ્યુ છે જે નિયમિત રીતે દર સોમવારે http://mm.rijadeja.com એડ્રેસ પર મુકવામા આવે છે. આ મેગેઝીનના જુના અંકો પણ તે વેબસાઇટ પર મળી રહે છે. 
આ વેબસાઇટમા TET, TAT, HTAT વગેરે પરીક્ષાઓની માહિતી તથા સ્ટડી મટીરિયલ્સ હોવાને લીધે શિક્ષકો પણ આ વેબસાઇટની મુલાકાત લેતા હોય છે. આ કારણથી શિક્ષકોને ઉપયોગી થાય તેવા સરકારી પરિપત્રો / ઠરાવોને પણ આ વેબસાઇટમા સમાવવામા આવ્યા છે. આ પરિપત્રો શિક્ષકોને ખુબ જ ઉપયોગી થશે. 
સ્પર્ધાત્મક પરીક્ષા સિવાય આ વેબસાઇટમા શિક્ષણના ક્ષેત્રને પણ આવરી લેવાની મારી ઇચ્છા છે. તેના માટે GCERTધોરણ 5 થી 12 તથા NCERT ધોરણ 5 થી 12 ના બધા જ પુસ્તકોમાથી UPSCGPSC તથા જે-તે ધોરણમા કામ લાગે તેવી નોટ્સ બનાવીને મુકવામા આવશે તથા બન્ને બોર્ડના પુસ્તકોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પણ મુકવામા આવશે જેથી ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓને તે ઉપયોગી થઇ શકે. 

ભવિષ્યમા વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી તમામ માહિતી આ વેબસાઇટ પરથી નિઃશુલ્ક મળી રહે તેવા મારા પ્રયાસ રહેશે... આર્થિક રીતે નબળી વ્યક્તિ પણ આ વેબસાઇટના માધ્યમથી અને કોઇપણ કોચીંગ સેન્ટરની મદદ વિના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે અને તેમા સફળ થાય ત્યારે જ મારી આ મહેનત લેખે લાગી ગણાશે. આ વેબસાઇટ આટલી આગળ વધી તે આપસૌ તરફથી મળેલા પ્રતિભાવનુ જ પરિણામ છે ભવિષ્યમા પણ આપસૌ અમારી સાથે રહેશો તેવી આશા...

 Vision & Achievements:
 I always think about Samaj and how to help?
"SERVING SOCIETY THROUGH IT"
  My Interest is also  cricket and Member of Cricket Umpire Association and official Umpire.

      Duckworth-Lewis Calculator for Cricket ODI and T20